News of Friday, 15th August 2025
માળિયાના ખાખરેચી ગામે બેભાન થઇ જતા યુવાનનું મોત.
ગામની સીમમાં એક્સજીસન વિટ્રીફાઇડ કારખાનામાં મોબાઈલ જોતા જોતા અચાનક પડી જતા બેભાન થઇ જતા યુવાનનું મૃત્યુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના ખાખરેચી ગામની સીમમાં એક્સજીસન વિટ્રીફાઇડ કારખાનામાં મોબાઈલ જોતા જોતા અચાનક પડી જતા બેભાન થઇ જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
માળિયાના ખાખરેચી ગામ નજીક આવેલ એક્સજીસન સિરામિકમાં રહેતા રામકુમાર કેદારકુમાર રાજભર (ઉ.૧૭)ગત તા.૧૨ ના રોજ સાંજના સુમરાએ કારખાને ખુરશી ઉપર બેઠો બેઠો મોબાઈલ જોતો હતો ત્યારે અચાનક બેભાન થઇ પડી જતા સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
