News of Friday, 15th August 2025
તહેવારોની મોસમ : મેળાઓ શરુ, શનિવારે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા.
શોભાયાત્રામાં વિવિધ ફલોટસ તૈયાર કરી વાહનો સાથે હિંદુ સંગઠનો જોડાશે તેમજ યુવાનો અંગ કસરતના દાવ કરી બહેનો રાસ ગરબે રમી જન્માષ્ટમીની ઉજવણી કરશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સૌરાષ્ટ્રવાસીઓને અતિ પ્રિય એવા સાતમ આઠમના તહેવારોની મોસમ આવી ગઈ છે મોરબીમાં શનાળા બાયપાસ સહિતના સ્થળોએ મેળાના આયોજન કરવામાં આવ્યા છે તો શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની મોરબીમાં દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જે પરંપરા અંતર્ગત શનિવારે મોરબીમાં હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાશે અને ઠેર ઠેર મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા હિંદુઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને શહેરના દરેક ચોક ભગવાન શ્રીકૃષ્ણના વધામણા માટે શણગારવામાં આવ્યો છે જન્માષ્ટમીની શોભાયાત્રા સ્ટેશન રોડ પરના જડેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થશે જે સુપર ટોકીઝ, પરા બજાર, નવાડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, સાવસર પ્લોટ, રામ ચોક, વસંત પ્લોટ, ગાંધી ચોક, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં ફરીને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે
શોભાયાત્રામાં વિવિધ ફલોટસ તૈયાર કરી વાહનો સાથે હિંદુ સંગઠનો જોડાશે તેમજ યુવાનો અંગ કસરતના દાવ કરી બહેનો રાસ ગરબે રમી જન્માષ્ટમીની ઉજવણી કરશે મોરબીમાં અનેક સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમો યોજાશે અને સમગ્ર શહેર કૃષ્ણના રંગે રંગાઈ જશે વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ ચોકમાં ચા, ઠંડા પીણા સહિતની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
