<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

માળિયામાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે શખ્શો પાસા તળે જેલહવાલે

આરોપી યુસુફ સંધવાણીને ભાવનગર જીલ્લા જેલ અને ઇકબાલ મોવરને જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા (મી.) પોલીસ મથકમાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે શખ્શો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા પોલીસે બંને શખ્શોને ઝડપી લઈને ભાવનગર અને જુનાગઢ જેલહવાલે કર્યા છે.


માળિયા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા દરખાસ્ત મંજુર કરી આરોપીઓ યુસુફ ઉર્ફે ભાણો અલ્લારખા સંધવાણી અને ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર (રહે બંને જૂની ખીરઈ તા. માળિયા (મી.) વાળા ) વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા જેથી માળિયા પોલીસ ટીમે પાસા વોરંટની બજવણી કરતા આરોપી યુસુફ સંધવાણીને ભાવનગર જીલ્લા જેલ અને ઇકબાલ મોવરને જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

(12:12 PM IST)