News of Friday, 15th August 2025
જૂનાગઢના જવાહર રોડ પર હાટકેશ્વર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વે ઓપરેશન સિંદૂર થીમ બનાવી દેશભક્તિ ઉજાગર કરાઈ
પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા અને તમામ પદાધિકારીઓ તેમજ વિસ્તારના કોર્પોરેટરોએ મહાઆરતી કરી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ શહેરમાં જવાહર રોડ પર આવેલ હાટકેશ યુવક મંડળ દ્વારા દર વરસે જન્માષ્ટમીના પાવન અવસર પર ભગવાન શ્રી કૃષ્ણ જીની થીમ પર તેમના જીવનને ચરિતાર્થ કરતા આકર્ષિત ફ્લોટ બનાવી તેમનું જીવન ચરિત્ર બતાવવામાં આવે છે
આ વર્ષે વિશેષમાં ઓપરેશન સિંદૂર થીમ બનાવી દેશ ભક્તિ ઉજાગર કરી હતી જુનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા શ્રીમતી ગીતાબેન કોટેચા તથા જૂનાગઢ મહાનગર પાલિકાના બધાજ પદાધિકારીઓ તથા આજ વિસ્તાર ના કોર્પોરેટર તથા યુવક મંડળ સમિતિના તમામ સભ્યો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની મહા આરતી કરી આ ઝાંખી જૂનાગઢની ધર્મ પ્રેમી જનતા સમક્ષ ખૂલી મૂકવામાં આવી હતી વિશેષમાં તમામ હાજર મહાનુભાવો એ દેશવાસીઓને ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
