<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

૧પ થી ર૪ ઓગષ્‍ટ મેઘરાજા ધમધોકાર વરસશે, અમુક વિસ્‍તારોમાં તો પ થી ૧૦ ઇંચ ખાબકશેઃ વેધરએનાલીસ્‍ટ વિષ્‍ણુરાજસિંહ એમ. સિસોદીયાની આગાહી

ગિર સોમનાથ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દીવ અને દમણમાં અતિભારે તો રાજકોટ જામનગર, મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્‍દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં મધ્‍યમથી ભારે વરસાદ પડશે

(વેધર એનાલિસ્‍ટ વિષ્‍ણુરાજસિંહ સિસોદીયા દ્વારા) કેશોદ, જુનાગઢઃ ઘણા સમયથી ગુજરાતમાં વરસાદ ની ઘટ છે જેમાં 15 થી 20 દિવસ દિવસથી વરસાદ નથી ઓછો છે જે જુલાઈ મહિનામાં જે વરસાદ નોંધાવવાના હોય તે બરોબર નોંધાયા નથી એનું કારણ બ્રેક મોનસુન 2025ના વર્ષમાં આખી પેટર્ન ચેન્જ થઈ જેમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નથી પડ્યો નવસારી માં પણ  અમુક જિલ્લાઓમાં પણ મુંબઈ વેસ્ટર્ન ઘાટ ઉપર વરસાદની ઘટ છે આમ જોવા જઈએ તો સરેરાશ વરસાદ ત્યાં વધારે જોવા મળતો હોય કારણ કે ઓફસોર ટ્રફ સક્રિય થતી હોય તે બહુ ઓછા પ્રમાણમાં સક્રિય છે. બંગાળની ખાડીમાં પણ જોઈએ તેવા લો પ્રેસરો બન્યા નથી.

હવે આવનારો રાઉન્ડ 13 ઓગસ્ટ રાત્રીના સમયે બંગાળની ખાડીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ .દક્ષિણ ઓડિશા ની આસપાસ લો પ્રેસર બન્યું છે  એનું વ્યાય બહુ મોટો છે 7.6 કિલોમીટર આસપાસ.. ઊંચાઈ ઉપર . ટૂંક સમયમાં તે ગુજરાત ઉપર આવશે એને વેલમાર્ક લો.પ્રેસરમાં ફેરવાય તેવી શક્યતા  અરબી સમુદ્રમાં MTC થાય તેવી શક્યતા 36 કલાકમાં છે.
ખાસ કરીને ગુજરાતના ખેડૂતો વરસાદની જે ઘટ્ટ અનુભવતા હતા એના માટે સારા સમાચાર છે સુધી 15 થી 24 ઓગસ્ટ લગી સારો વરસાદ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આ એરિયામાં વધુ એની અસર બતાવશે 5. 8.10 ઇંચ વરસાદ. પડશે આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં સારો વરસાદ પડશે આપણા માટે સારા સમાચાર છે.

જ્યારે ઓલ ઓવર ગુજરાત ની વાત કરવામાં આવે સરેરાશ વરસાદ ની તો સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્ર માં પડતો હોય છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જુનાગઢ અને ગીર સોમનાથ માં પડતો હોય છે.. 11 વર્ષના રેકોર્ડમાં સૌથી ઓછો અત્યારે વરસાદ હોય તો ગીર સોમનાથમાં નોંધાયો છે

આ રાઉન્ડ ના અતિભારે વરસાદવાળા જિલ્લા ગીર સોમનાથ  જુનાગઢ.અમરેલી .પોરબંદર. દ્વારકાને .. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ સુરત ને તાપી દીવ અને દમણ. ભારે વરસાદ પણ થઈ શકે
/મધ્યમ અથવા ભારે વરસાદ વાળા જિલ્લા રાજકોટ .જામનગર. મોરબી ભાવનગર  બોટાદ .અને સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા માં મધ્યમથી ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે કચ્છ માં પણ વરસાદ સારો જોવા મળશે  
આપણા માટે પાકમાં પિયત માટે બધી રીતે ફાયદાકારક આ વરસાદ સાબિત થશે...

મારા 15 વર્ષના અનુભવ  પ્રમાણે. હું કોઈ પ્રાઇવેટ એજન્સી. અથવા આઈએમડી પ્રમાણે બહુ ઓછી આગાહી કરતો હોય મારી કોઠા શુંજ અનુભવ આધારે જોયું છે જ્યારે ઓફસોર ટ્રફ ગુજરાત થી માંડીને કેરળ લગી લંબાતી હોય આ વખતે તે નબળી રહી છે એટલા માટે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને એનો ઓછો લાભ મળ્યો છે. ખાસ કરીને જોવા જઈએ. અરબી સમુદ્રમાં કોઈ ખાસ સિસ્ટમો નથી બની. . અરબી સમુદ્રમાં કોઈ MTC. મતલબ .middle tropospheric cyclone  આ વર્ષે નથી બન્યું.. દક્ષિણ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતને એ મોટી ખોટ છે. જ્યારે અરબી સમુદ્રમાં MTC. બને ત્યારે ગુજરાતના કોસ્ટલ જિલ્લાઓ માટે ફેવરિટ હોય છે. બહુ મોટા વરસાદો નોંધાતા હોય છે MTC. બને ત્યારે.... ઘણી વખત તો બહુ ખરાબ પરિસ્થિતિ પણ થઈ જતી હોય છે એટલો વરસાદ પડી જતો હોય... આ નવા રાઉન્ડમાં MTC થાય તેવી શક્યતા દેખાય છે...
જ્યારે લો પ્રેશર ની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ ની આસપાસ લો પ્રેશર બને. તો વિશાખાપટ્ટનમ ની આજુબાજુ. મોનસુન ટ્રફ નીચે આવી જાય ગુજરાત ઉપર થઈ  મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થઈ તેલંગાણા છત્તીસગઢ .ઓડીસા .આંધ્ર પ્રદેશ સુધી લંબાતી હોય છે ત્યારે ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળતા હોય મધ્ય બંગાળની ખાડી ઉપર બને ત્યારે .. મોનસુન ટ્રેક બને નવી નવી ચક્રવાતી સિસ્ટમો બધી ગુજરાત ઉપર આવતી જતી હોય છે..

ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તો ઉત્તર ભારતને મોટો લાભ મળે મોનસુન ટ્રફ હિમાચલ પ્રદેશ ઉતરાખંડ યુપી બિહાર પશ્ચિમ બંગાળ ત્યાં સુધી લંબાતી હોય છે.....

(12:36 PM IST)