<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

જુનાગઢ ઉપલા દાતારની જગ્યા ઉપર દેશના ૭૯મા સ્વતંત્ર પર્વે મહંત શ્રી ભીમ બાપુએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી

સૌ વિદ્યાર્થી મિત્રોને પૂજ્ય બાપુએ રૂડા આશીર્વાદ સાથે બધાને રક્ષા કવચ પણ બાંધ્યું

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યા ઉપર આજરોજ દેશના ૭૯માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જેમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને ભાવિકોએ જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી હતી 

આ પ્રસંગે ઉપસ્થિત સૌ વિદ્યાર્થી મિત્રોને પૂજ્ય બાપુએ રૂડા આશીર્વાદ સાથે બધાને રક્ષા કવચ પણ બાંધ્યું હતું અને પ્રતી વરસ 26 જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે આજરોજ 15 મી ઓગસ્ટ દાતાર બાપુની આટલી ઊંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામાં વહેલી સવારે ખુશનુંમાં વાતાવરણ વચ્ચે પૂજ્ય ભીમ બાપુએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

(12:49 PM IST)