News of Friday, 15th August 2025
સંત શ્રી પૂ.લાલબાપુના 15 મી ઓગસ્ટ 2025 સ્વાતંત્ર પર્વનો દિવસ પ્રાગટ્ય અવસર નિમિતે તેમના ચરણોમા કોટી કોટી પ્રણામ કરીએ છીએ
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન : પ્રચોદયાત

રાજકોટઃસૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ તપોભૂમિ વેદમાતા શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ પાવન પવિત્ર ભૂમિમા પગ મુકતા જ ની સાથે આધિ , વ્યાધિ અને ઉપાધિ દૂર થઈને અનેક દુઃખો ત્યા વિસરાઈ જાય છે મનને અનેક ગણી શીતળતા અને શાંતિ મળે છે
શ્રી ગાયત્રી આશ્રમમા મહામંત્રની ઉર્જાશક્તિ ની તપોભૂમિમા સંત શ્રી પૂ. લાલબાપુએ ગાયત્રી મહામંત્રના કરોડો જાપ કર્યા છે આશ્રમમા તેના વાઈબ્રેશનની અનુભૂતિ થાય છે
આ તપોભૂમિ મા સાદગી , સરળતા , પરોપકારી ભર્યું જીવન જીવતા આપણા સૌના બિરાજમાન સંત શ્રી પૂ. લાલબાપુના પ્રાગટ્ય દિવસનો અવસર એટલે કે તા. 15 /8/2025 શ્રાવણ વદ સાતમ ને શુક્રવાર ના પાવન પવિત્ર દિવસના રોજ સંત શ્રી લાલબાપુનો જન્મ દિવસ છે તે નિમિતે આપણા માટે ધનઘડી અને આપણા ધનભાગ્ય આ પવિત્ર દિવસે સંત શ્રી પૂ. લાલબાપુના ચરણ કમળમા કોટી કોટી વંદન સાથે દંડવત પ્રણામ કરીએ છીએ
સંત શ્રી પૂ. લાલબાપુની તબિયત ખૂબ સારી રહે અને શરીરે ખુબજ તંદુરસ્ત રહે એવી માતાજીના ચરણો પ્રાર્થના કરીએ છીએ
સંત શ્રી પૂ. લાલબાપુના આશ્રમમા આવતા દરેક ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ , ચાપાણીની ફ્રી સેવા રાખવામા આવી છે દિન દુઃખિયાના અનેક પ્રકારના અસાધ્ય રોગ , દુઃખ , દર્દ મટાડીને માનવસેવા કરે છે લોકોના દુઃખ જોઈને દયા આવી જાય છે માતાજીની કૃપાથી બધાને સારુ થઈ જાય છે માનવ સેવા એજ પ્રભુ સેવા માને છે
વેદમાતા ગાયત્રીમાતા ની કઠોર તપસ્યા મહર્ષિ શ્રી વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી માતાની તપસ્યા કરી હતી તેવીજ રીતે સંત શ્રી પૂ .લાલબાપુએ 11 કરોડ ગાયત્રીમાતા ના મહામંત્રની સાધના કરી છે અત્યારે પણ અવિરત સાધના ચાલુ છે
સંત શ્રી પૂ. લાલબાપુ જૂગ જૂગ જિયો તેવી માતાજીના ચરણોમા પ્રાર્થના કરીએ છીએ
ભજન કરવુ , આશ્રમે આવતા બધા ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ કરાવવો , માનવસેવા કરવીએ સંત શ્રી પૂ. લાલબાપુનો ધ્યેય છે તેમની કરુણા નો કોઈ પાર નથી આવા મહાન સંતના દર્શનથી આપણા જીવનનુ કલ્યાણ થઈ જાય છે ઘણા ભાવિક ભક્તોનુ જીવન પરિવર્તન આવીને લોકો વ્યસન મુક્ત થયા છે
સંત શ્રી પૂ. લાલબાપુ જીવ , જંતુ ,પશુ ,પંખી, પ્રાણી માત્ર ઉપર દયાભાવ રાખે છે જ્ઞાતિ જાતિના કોઈ દિવસ ભેદભાવ રાખ્યા નથી લોકોને અંધ શ્રદ્ધામાથી બહાર લાવીને સાચો ધર્મ સમજાવે છે આપણા હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓ ના ધર્મ સરખા છે ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ તેવુ વારંવાર લોકોને સમજાવે છે લોકોને વ્યસન માથી મુક્ત કરીને તેમના પરિવારને સુખિયા કર્યા છે અઢારેય વર્ણના જ્ઞાતિજનો ઉપર દીર્ઘ દ્રષ્ટિ રાખે છે
આપણા સૌના હૃદયમા સંત શ્રી પૂ. લાલબાપુ નુ સ્થાન છે તેવા સંત શ્રી પૂ. લાલબાપુના પ્રાગટ્ય દિવસ નિમિતે તેમના ચરણ કમળમા કોટી કોટી પ્રણામ અને વંદન કરીએ છીએ*
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
