News of Friday, 15th August 2025
ધ્રોલના પોલીસ મેન કલ્પેશ કામરીયાની કામગીરી બદલ કરાયુ સન્માન
આજે ૭૯ના સ્વતંત્રા પર્વ નિમિતે જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટર શ્રી કેતન ઠકકર, જીલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુના વદર હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશાંસાપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યા હતા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડકોસ્ટેબલ શ્રી કલ્પેશભાઈ કામરીયાને પોતાની ફરજ દરમ્યાન ધ્રોલ શહેરમાં છેતરપીડી, વિશ્વાસધાત,કાવત્રા સહીતની કલમ હેઠળ નોંધાયેલા ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાશતા ફરતા આરોપીને ભુજથી ઝડપી લેવામાં કામગીરી બજાવી હતી અને ધરફોડ ચોરી તેમજ રાજકોટમાં અલગ અલગ બે ચોરીના ગુન્હામાં નાશતા ફરતા બે આરોપીઓને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લેવામાં પણ ઉતમ કામગીરી બજાવી હોવાનચા કારણોસર આજે ૭૯ના સ્વતંત્રા પર્વ નિમિતે જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટર શ્રી કેતન ઠકકર, જીલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુના વદર હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશાંસાપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવતા ધ્રોલ પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ છે, આ સન્માન કરતી વખતે સાસંદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, પુર્વ રાજય કક્ષાના મંત્રી વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતમાં આ સન્માન કરવામાં આવ્યુ હતુ.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
