News of Friday, 15th August 2025
૭૯ મો સ્વાતંત્ર દિવસની નરસિંહ મહેતા નગરમાં સત્યમ સંસ્થા એ ઉજવણી કરી*

ભુજ. શહેરની નવી રાવલવાડી ખાતે આવેલા નરસિંહ મહેતા નગર ખાતે ૭૯ મો સ્વતંત્ર દિવસની સવારે ૧૦.૩૦ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
આ તકે હર્ષદભાઈ ઠક્કર(હકી), દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, તેમજ આદિત્ય હર્ષદ ઠક્કર,અને ધાર્મિકભાઈ જોબનપુત્રા જોડાયા હતા, ત્યાર બાદ બાળકો માટે દેશભક્તિ ગીતો ની સ્પર્ધા યોજાઇ હતી તેમજ તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા અને બાળકોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા,આજના દિને બાળકો ને રામુબેન પટેલ તરફથી પેંડા આપવામાં આવ્યા હતા તેમજ દીજેન્દ્રભાઈ વોરા તરફથી બિસ્કીટ તેમજ યુવા અગ્રણી હર્ષદભાઈ ઠક્કર તરફથી તમામ બાળકોને ઇનામ અપાયા હતા ભાગ લેનારને પણ પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા આ કાર્યક્રમમાં આજે સત્યમ સંસ્થાના ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી, જેન્તીભાઈ ડુડીયા, તેમજ ભરતભાઈ સોની, નરેન્દ્રભાઈ સ્વાદિયા, તેમજ મહિલાઓમાં સ્મિતાબેન અંતાણી, ભૂમિબેન અંતાણી, દક્ષા બેન ડુ ડી યા,તેમજ કલ્પનાબેન સોની, વિમળાબેન માંગે, સ્વાતિબેન સોની, ગીતાબેન જોશી, ઉપરાંત વેલજીભાઈ મચ્છર, દીગ્નેશ લાખાણી,તમામ બાળકોને ધ્વજ રામુબેન પટેલ તરફથી અપાયા હતા કાર્યક્રમનો સંચાલન સત્યમ ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણીએ કર્યું હતું શેરી નંબર 5 ખાતે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો બાળકોએ રજૂ કર્યા હતા કે હર્ષદભાઈ ઠક્કરે દેશને જાળવણી કરવા હાકલ કરી હતી અને દેશના વિકાસમાં સૌએ જોડાવા આપેલ કરી હતી
તેમજ બાળકોએ ભારત માતાકી જય ના નારાથી નરસિંહ મહેતા નગર ગુંજી ઉઠ્યું હતું આજના દિને બાળકોએ દેશભક્તિના ગીતો પણ પોતપોતાની રીતે રજૂ કર્યા હતા આમ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી,
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
