<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ઉજવાયું ૭૯મું સ્વાતંત્ર્ય પર્વ

સંસ્થાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગની દીકરીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો

જામનગર : શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે, સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરના  વરદ હસ્તે ધ્વજા રોહણ કરવાંમાં આવ્યું હતું

    આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર દ્વારા ઉપસ્થિત સૌ ને રાષ્ટ્રીય પર્વની શુભેરછાઓ પાઠવવામાં આવી હતી . સંસ્થાના કા.મંત્રી પાર્થ પંડ્યા, મુખ્ય હિસાબી અધિકારી શામભાઈ,કા.વા. સમિતિના સભ્યો, વિભાગીય વડાઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રમુખનાં શુભેચ્છા સંદેશ બાદ, દેશભક્તિનાં સૂત્રોચ્ચાર કરવાંમાં આવ્યાં હતાં.
આ પ્રસંગે સંસ્થાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગની દીકરીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(5:47 PM IST)