<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મહારાજ સાહેબ અને સનાતન અગ્રણી સંત શિરોમણી ઇન્દ્ર્ભરતી બાપુએ ભેગુ ધ્વજ વંદન કર્યું

ભવનાથના ઈતિહાસમાં બનેલી આ વિરલ ઘટના: આ વિરલ અને દિવ્ય ઘટના આખા ભારત માટે સીમા ચિન્હ રૂપ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : આજે રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મહારાજ સાહેબ અને સનાતન અગ્રણી સંત શિરોમણી ઇન્દ્ર્ભરતી બાપુએ  ભેગુ ધ્વજ વંદન કર્યું એ એક સામાન્ય ઘટના નથી પણ ભવનાથના ઈતિહાસમાં બનેલી આ વિરલ ઘટના છે.સાધુ સંતોના વિવાદના સમાચાર બહુ જોયા જેથી ભવનાથ ક્ષેત્ર બદનામ થયું છે ત્યારે આ વિરલ અને દિવ્ય ઘટના આખા ભારત માટે સીમા ચિન્હ રૂપ છે .માટે આને જૂનાગઢ આવૃત્તિમાં નહિ પણ સમગ્ર ગુજરાત અને ભારતના ધર્મિક ઇતિહાસની સીમા ચિન્હ ઘટના છે અને જૈન ના બીજા આચાર્ય ભાઈ મહારાજ સાહેબ અને અન્ય જૈન સંપ્રદાયની વિરલ વિભૂતિ હાજર હતા.કોઈ પણ ધર્મ કરતા રાષ્ટ્ર ધર્મ મહાન છે તે આવા સનાતન અને જૈન આચાર્યના.મોઢે બોલાવવું તે વિરલ અને દિવ્ય પ્રસંગ છે 

(6:08 PM IST)