<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા બગસરા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ :મેઘમહેર થતા જગતનો તાત ખુશખુશાલ

રાજુલા અને બગસરા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા: ખાંભા શહેર તેમજ ભાવરડી, કોદીયા, દિવાના સરાકડીયા, નાનુડી, ઇંગોરાળા, નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ

અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા બગસરા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા અને બગસરા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઇ છે. ખાંભા શહેર તેમજ ભાવરડી, કોદીયા, દિવાના સરાકડીયા, નાનુડી, ઇંગોરાળા, નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે

  . ઉભા પાક પર સોના રૂપી વરસાદ પડતા મગફળી કપાસ સહિત પાકને જીવનદાન મળ્યું છે. લાંબા વિરામ બાદ ખાંભા ગીર પંથકમાં વરસાદ શરૂ થતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે

 

(6:25 PM IST)