<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

ફરી કચ્છના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો: સાંજે ખાવડા નજીક ૬.૩૩ મિનિટે ૨.૬ મેગ્નિટ્યુડનો આંચકો અનુભવાયો.

આંચકાનું કેન્દ્ર બિંદુ ખાવડાથી ૩૨ કિમી દૂર ઉત્તર પૂર્વમાં નોંધાયું : આતરરાષ્ટ્રીય સરહદ નજીક કચ્છના પેટાળમાં ભૂકંપની ભૂગર્ભીય ફોલ્ટ લાઇનમાં સળવળાટ સતત ચાલુ

ભુજ : સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી વચ્ચે આજે સાંજે કચ્છ સરહદે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી કચેરીના ડેટા અનુસાર સાંજે ૬.૩૩ મિનિટે ૨.૬ મેગ્નિટ્યુડના આંચકાનું કેન્દ્ર બિંદુ ખાવડાથી ૩૨ કિમી દૂર ઉત્તર પૂર્વમાં નોંધાયું છે. ભારત પાકિસ્તાનને જોડતી આતરરાષ્ટ્રીય સરહદ નજીક કચ્છના પેટાળમાં ભૂકંપની ભૂગર્ભીય ફોલ્ટ લાઇનમાં સળવળાટ સતત ચાલુ જ છે. પશ્ચિમ કચ્છથી માંડી પૂર્વ કચ્છને જોડતા સરહદી વિસ્તારમાં છેલ્લા દોઢમહિનામાં ૫ જેટલા આંચકાઓ આવી ગયા છે. તાજેતરમાં જ વિશ્વના અન્ય દેશોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે.

(9:37 PM IST)