News of Friday, 15th August 2025
વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, મોરબી દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે બાઈક રેલી યોજાઈ.
સામાજિક સમરસતાના ભાગરૂપે પ્રસ્થાન સ્થળે અને સમાપન સ્થળે સેવા વસ્તીના ભાઈઓ દ્વારા ભારત માતાનું પૂજન કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, મોરબી દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે બાઈક રેલી યોજાઈ હતી
આ ભવ્ય રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ તથા હિન્દુ સમાજનાં બંધુઓ ઉપસ્થિત રહ્યાં હતા અને વંદે માતરમ્, ભારત અખંડ હો તથા ભારત હિન્દુ રાષ્ટ્ર હો તેવા નારા સાથે મહારાણા પ્રતાપ પ્રતિમા, મોરબી-રથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાં, નવા બસસ્ટેન્ડ સુધી રેલી કાઢવામાં આવી હતી. સામાજિક સમરસતાના ભાગરૂપે પ્રસ્થાન સ્થળે અને સમાપન સ્થળે સેવા વસ્તીના ભાઈઓ દ્વારા ભારત માતાનું પૂજન કરી રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
