News of Friday, 15th August 2025
મોરબીના નીચીમાંડલ ખાતે મોહનભાઈ કુંડારીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
મોહનભાઈ કુંડારીયા તરફથી આ પ્રસંગે શાળાના રમત ગમતના મેદાન માટે દાનની જાહેરાત કરવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રીમતિ કુંવરબેન ગોવિંદભાઈ કુંડારીયા વિધાલય તથા નીચીમાંડલ તાલુકા શાળાના સંયુકત ઉપક્રમે 79 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માજી કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. મોહનભાઈ કુંડારીયા તરફથી આ પ્રસંગે શાળાના રમત ગમતના મેદાન માટે દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા ટ્રસ્ટી મંડળ તરફથી કલ્યાણજીભાઈ મોહનભાઈ કુંડારીયા તથા જસમતભાઈ છગનભાઈ કુંડારીયાએ પણ હાજરી આપી હતી. તથા શાળાની સાઉન્ડ સીસ્ટમના દાતા ધર્મેન્દ્રભાઈ સનીયારા તથા વિશાળ સંખ્યામા ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓ તરફથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલ મહેમાનો તથા ગ્રામજનોનો શાળાના આચાર્ય રજનીકાંત જે. કડીવાર તથા મનીષભાઈ એલ.
ચાડમીયાએ આભાર વ્યકત કર્યો હતો.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
