News of Friday, 15th August 2025
મોરબી જિલ્લા પંચાયત ખાતે ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી.
આ અવસરે શહીદવિરોને યાદ કરી વિરાંજલી અર્પણ કરી આપણે સૌ સાથે મળી એક બની નેક બની ભારતને સમર્થ બનાવીએ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લા પંચાયત- મોરબી ખાતે ૭૯માં સ્વતંત્રતા દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રવીણભાઈ સોનગ્રાએ જણાવ્યું હતું કે, ખુબજ લાંબા સંઘર્ષ બાદ ક્રાંતિવિરોના બલિદાનના કારણે આપણને આ મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે આજના આ અવસરે શહીદવિરોને યાદ કરી વિરાંજલી અર્પણ કરી આપણે સૌ સાથે મળી એક બની નેક બની ભારતને સમર્થ બનાવીએ.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પદાધિકારઓ તથા અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
