News of Saturday, 16th August 2025
ધ્રોલના વાગુદડ ગામમાં ક્રુષ્ણ જન્મોત્સવ નિમિત્તે તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સતત ૧૩ મા વર્ષે વિવિધ પ્રકારના ફલોટ્સ મુકાયા
ઉદઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ ગોવુભા જાડેજા (ડાડા) તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન મનસુખભાઈ ચભાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ ખાતે ક્રુષ્ણ જન્મોત્સવ નિમિત્તે ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સતત ૧૩મા વર્ષે વિવિધ પ્રકારના ફલોટ્સ મુકવામા આવ્યા છે
ઉદઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ ગોવુભા જાડેજા (ડાડા) તેમજ જિલ્લા પંચાયતના ચેરમેનમનસુખભાઈ ચભાડીયા જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ગણેશભાઈ મુંગરા તેમજ સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ મુંગરા પુર્વ સરપંચ સંગઠન ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ બહોળી સંખ્યામાં ધ્રોલ તાલુકાના સરપંચો ધ્રોલ નગરપાલિકાના સદસ્યો સેવા સહકારી મંડળીના પ્રમુખઓ અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ભાગ્યેજ કોઈ ગામ હસે જ્યાં સતત ૧૩ વર્ષ ગામની અંદર આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ પ્રકારના આયોજન થતા હોય આ કાર્યક્રમ ની અંદર સતત ત્રણ દિવસ સુધી ગામના નાના ભૂલકાઓ સ્ટેજ પર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રજુ કરે છે તેમજ બહોળી સંખ્યામાં માતા ઓ અને બહેનો રાસ ગરબા રમે છે ગામના યુવાનો દ્વારા આઠમના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે આથી સમગ્ર ગામ જાણે ગોકુળીયુ ગામ બની ગયુ હોય તેવિ અનુભૂતિ થાય છે આ કાર્યક્રમથી સમગ્ર ગ્રામજનોમા એકતા અને સંપ જડવાય રહે છે અને ગ્રામજનો ખુબજ ઉત્સાહિ થી જન્માષ્ટમી ની ઉજવણી કરે છે સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે મોટા ગામ ના યુવા નો ની ટીમ ખુબજ જહેમત ઉઠાવી રહી છે
( સંજય ડાંગર અકિલા)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
