<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

સ્વતંત્રતા દિવસ નિમિત્તે કચ્છ માટે ગર્વનો અવસર: ભુજ એરફોર્સ સ્ટેશનના ગ્રુપ કેપ્ટન રાકેશકુમાર યાદવને ઓપરેશન સિંદૂરમાં શૌર્યપૂર્ણ કામગીરી બદલ ‘વાયુસેના મેડલ’ એનાયત

ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના આકાશી સીમાડાઓના રક્ષણ માટે એરફોર્સે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.

(વિનોદ ગાલા દ્વારા ભુજ) આ વર્ષનું સ્વતંત્રતા પર્વ કચ્છ માટે વિશેષ ગર્વનો અવસર લઈને આવ્યું છે. ભુજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રુપ કેપ્ટન શ્રી રાકેશકુમાર યાદવને ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા ‘વાયુસેના મેડલ’ એનાયતની જાહેરાત થઈ છે. આ સન્માન ભારતની આતંકવાદ વિરોધી તાજેતરની સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી ‘ઑપરેશન સિંદૂર’માં આપેલા શૌર્યપૂર્ણ અને નિર્ભીક યોગદાન બદલ પ્રાપ્ત થયું છે. કચ્છમાં ફરજ બજાવતા ભુજ એરફોર્સ સ્ટેશનના ગ્રુપ કેપ્ટન શ્રી રાકેશકુમાર યાદવને આ સન્માનથી સમગ્ર કચ્છ જિલ્લામાં ગર્વ અને ઉમંગની લાગણી પ્રસરી છે.

  ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના આકાશી સીમાડાઓના રક્ષણ માટે એરફોર્સે  ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.

‘ઑપરેશન સિન્દૂર’ માત્ર એક સફળ સૈનિક અભિયાન જ નહીં, પરંતુ ભારતની રક્ષણ નીતિમાં થયેલા ઐતિહાસિક પરિવર્તનનું પ્રતિક પણ છે. માનવતાના રક્ષણ માટે શરૂ થયેલા ઓપરેશન સિંદૂરમાં વિશિષ્ટ કામગીરી બદલ ગ્રુપ કપ્તાન શ્રી રાકેશ કુમાર યાદવની સન્માન માટે પસંદગી થઈ છે.

(2:15 PM IST)