હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 16th August 2025
લીંબડી શહેરમાં મુકવામાં આવેલા પીવાના પાણીના મશીનો બંધ હાલતમાં મળ્યા
લીંબડીમાં 4 મશીનો મુકાયા હતા જેમાં 1 રૂપિયાનો સિક્કો નાખતા પાણી આવે પરંતુ આ તમામ મશીનો બંધ

સુરેન્દ્રનગરમાં લીંબડી શહેરમાં મુકવામાં આવેલા પીવાના પાણીના મશીનો બંધ હાલતમાં મળ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં પાલિકાએ શીતળ પે-જળ યોજના અંતર્ગત પીવાના પાણીના મશીનો મુક્યા હતા, પણ આ મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. લીંબડીમાં 4 મશીનો મુકવામાં આવ્યા હતા, જેમાં 1 રૂપિયાનો સિક્કો નાખતા પાણી આવે પરંતુ આ તમામ મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા છે. આ મશીનો બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ અને જ્યાં લોકોની ભીડ રહે તેવા ચાર સ્થળોએ મૂકવામાં આવ્યા છે. જો કે, નગરપાલિકાની બેદરકારીથી લીંબડીવાસીઓ પીવાનું પાણી વેંચાતુ લેવા મજબૂર બન્યા છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
