<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં સાંજે અડધાથી ચાર ઇંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢ: લાંબા સમયના વિરામ બાદ આજે જન્માષ્ટમીના દિવસે જુનાગઢ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી ઓચિંતો વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદે જોર પકડ્યું. 

બે કલાકમાં ભેસાણ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ભેસાણમાં બે કલાકમાં બે ઇંચ પડ્યો.

આજ સમયગાળામાં જુનાગઢ, વંથલી અને વિસાવદરમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો. અન્ય વિસ્તારોમાં ધીમીધારે મેઘકૃપા ચાલુ રહી. 

રાત્રે ૮:૩૦ વાગ્યે જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો છે. –વિનુ જોશી અકિલા જુનાગઢ.

(8:47 PM IST)