<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ધ્રોલમાં હિન્દુ સેના દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના ધ્રોલમાં હિન્દુ સેના દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' ના જયઘોષ સાથે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.  આ શોભાયાત્રા ધ્રોલની ગોવર્ધન નાથજીની હવેલીથી શરૂ થઈને સમગ્ર નગરમાં ફરી હતી. આ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવને મનાવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. સંજય ડાંગર અકિલા ધ્રોલ.

 

(9:00 PM IST)