તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Saturday, 16th August 2025
સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકો ચિંતિત હતા, ત્યારે જન્માષ્ટમીના તહેવારની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
ભેંસાણમાં 4 ઈંચ ખાબકયોઃ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે તો અનરાધાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યોઃ ભારે વરસાદના કારણે આખું ગામ પાણી-પાણી

જુનાગઢઃ સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકો ચિંતિત હતા, ત્યારે જન્માષ્ટમીના તહેવારની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી સાંજે શરૂ થયેલી મેઘસવારીએ આખી રાત જોરદાર બેટિંગ કરી. ખાસ કરીને ભેસાણ અને વડિયા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.
ભેસાણ પંથકના મોટાભાગના ગામડાઓમાં સતત દોઢ કલાક સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ભેસાણ શહેરમાં પણ ધોધમાર વરસાદથી રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા 15 દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે તો અનરાધાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે આખું ગામ પાણી-પાણી થઈ ગયું હતું અને ગામની શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં સમી સાંજથી જ વરસાદી માહોલ છવાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધામણી આપતા વરસાદે ખેડૂતોના પાકોને જીવતદાન આપ્યું છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
