<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

જગત મંદિરપર રંગબેરંગી લાઇટોની રોશનથી ઝળહળી ઉઠયુઃ રોશનીથી રાતના સમયે મંદિરની સુંદરતાને ચાર ચાંદ લાગ્‍યા

દ્વારકામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

દ્વારકાના જગત મંદિરમાં ભગવાન કૃષ્ણના 5252માં જન્મોત્સવને લઇને ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે. જગત મંદિરના પટાંગણમાં વિશાળ મંડપ ઉભા કરવામાં આવ્યા છે. મંદિરને ક્લાત્મક લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે..જેને લઇને રાતના સમયે મંદિરની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે.
અહીં યાત્રાળુઓની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો છે. દેશભરના લોકો ઘરેબેઠા ઓનલાઇન આ જન્મોત્સવમાં જોડાઇ શકે તે માટે જીવંત પ્રસારણની પણ વ્યવસ્થા ગોઠવાઇ છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મહત્વના માર્ગોને વન-વે કરી દેવાયા છે.
મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સરળ અવર-જવર માટે છપ્પન સીડી સ્વર્ગ દ્વારથી પ્રવેશ અને મોક્ષ દ્વારથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
દ્વારકામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે..અને સૌ કોઇ રાતના બાર વાગવાની રાહ જોઇ રહ્યા છે. રાત્રે બારના ટકોરે કૃષ્ણ ભગવાનના જન્મ સમયે દ્વારકા નગરીમાં ભક્તોનો ઉત્સાહ આસમાન આંબતો જોવા મળશે, અને સમગ્ર દ્વારકા નગરીમાં એક જ નાદ ગુંજતો જોવા મળશે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..

(11:04 PM IST)