<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

અમરેલીના વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં અનરાધાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

ભારે વરસાદના કારણે આખું ગામ પાણી-પાણી થઈ ગયું: શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં

અમરેલી ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકો ચિંતિત હતા, ત્યારે જન્માષ્ટમીના તહેવારની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર્ના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે

 

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે તો અનરાધાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે આખું ગામ પાણી-પાણી થઈ ગયું હતું અને ગામની શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(11:17 AM IST)