તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ વરસ્યો: ભેંસાણમાં ધોધમાર 6.30 ઈંચ ખાબક્યો :જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
જામકંડોરણામાં 4.65 ઈંચ, ગોંડલમાં 4.13 ઈંચ, કુંકાવાવ વડીયામાં 4.13 ઈંચ,દાંતીવાડામાં 3.58 ઈંચ, નાંદોદમાં 3.07 ઈંચ, ધારીમાં 2.99 ઈંચ વરસાદ: 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી.
જામકંડોરણામાં 4.65 ઈંચ, ગોંડલમાં 4.13 ઈંચ, કુંકાવાવ વડીયામાં 4.13 ઈંચ,દાંતીવાડામાં 3.58 ઈંચ, નાંદોદમાં 3.07 ઈંચ, ધારીમાં 2.99 ઈંચ વરસાદ વરસ્યો છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
