News of Sunday, 17th August 2025
અમરેલીના ખાંભા ગીરમાં સતત ત્રીજા દિવસે વરસાદ :મગફળી અને કપાસ સહિત પાકને જીવનદાન મળ્યુ
- રબારીકા, સાળવા, પચપચીયા,ભૂંડણી, મોટા બારમણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

અમરેલી : અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે, અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, વડીયા અને બગસરા પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો હતો દરમિયાન ખાંભા ગીરમાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો છે. રબારીકા, સાળવા, પચપચીયા,ભૂંડણી, મોટા બારમણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રબારીકા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતાં. લાંબા વિરામ બાદ ત્રણ દિવસથી વરસાદ થતાં મગફળી અને કપાસ સહિત પાકને જીવનદાન મળ્યુ છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
