તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
સૌરાષ્ટ્રમાં સ્વિફ્ટ કાર અને હેરિયર વચ્ચે સર્જાયેલા હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં આઠ જીવતા સળગીને ભડથું થઈ ગયા: મૃતકોમાં ભાવનગરના વેટરનીટી ડોક્ટર પ્રતિપાલસિંહ ચુડાસમાનો સમાવેશ:
સૌરાષ્ટ્રમાં સર્જાયેલા ભયાનક કાર અકસ્માતમાં ૮ ના મૃત્યુ: આ અકસ્માતમાં હાલ ભાવનગર ફરજ બજાવી રહેલા અને ધંધુકાથી વલભીપુર રોડ ઉપર ૫ કિમીના અંતરે આવેલ ઝિંજર ગામના રહેવાસી વેટરનીટી ડો. પ્રતિપાલસિંહ ચુડાસમાનો જીવનદીપ બુઝાયો. :રેન્દ્રનગરના લખતર – વઢવાણ હાઇવે ઉપર આજે સ્વિફ્ટ મોટર કાર અને હેરિયર એસયુવી વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. જેમાં સ્વિફ્ટ કારમાં રહેલા એક જ પરિવારના મનાતા સાત સભ્યો જીવતા સળગી ગયા છે. જ્યારે હેરિયરના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. કુલ ૮ ના મૃત્યુ થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અમદાવાદ હાઇવે ઉપર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ઘટના સ્થળે આઠ લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે સ્વીફ્ટ કાર અને હેરિયર કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે કડુ ગામેથી પરિવાર ખરીદી માટે સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો તે દરમિયાન વઢવાણ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલા બે દેદાદરા ગામ આગળ હેરિયર કાર અને સ્વીફ્ટ કાર ધડાકાભેર અથડાય છે.
આ અકસ્માતમાં એક નાની બાળકી સહિત મીનાબા વિરેન્દ્રસિંહ રાણા, કૈલાબા જગદીશસિંહ ચુડાસમા,રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા ,દિવ્યાબા હરદેવસિંહ જાડેજા, નીતાબા ભગીરથસિંહ જાડેજા ,પ્રતિપાલસિંહ જગદીશસિંહના મોત થયા છે.
અકસ્માત એટલો ગંભીર સર્જાયો કે સ્વીફ્ટ કાર છે તે બળીને ખાખ બની ગઈ છે કારમાં સવાર તમામ લોકો કારમાં જીવતા ભુંજાઈ ગયા છે. અને ઘટના સ્થળે જ 8 લોકોના મોતની પરિવાર છે જેમાં છ જેટલી મહિલાઓ એક બાળકી અને એક પુરુષ સામેલ છે કાર બળી ગઈ હોવાના કારણે કારની ચેચીસ કાપી અને ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા ફાયર ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસ અને 108 ની ટીમો તેનાન કરી દેવામાં આવી છે..
108 ની ટીમો દ્વારા મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તહેવાર સમયે જ આ પ્રકારની ઘટના બની હોવાના કારણે પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્યું છે. પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હેરિયર કાર ચાલકનું પણ હાલત ગંભીર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે..
તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.DIG ડો.ગિરીશ પંડ્યા સહિતના અધિકારી તાત્કાલિક દોડી આવ્યા છે તપાસ શરૂ કરવામાં આવી છે.પરિવાર પર પણ અકસ્માતને લઈ આભ ફાટી પડ્યું છે.હાલ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં 10 મહિનાની બાળકી પણ મોતને ભેટી છે.(વિજય વસાણી અકિલા આટકોટ.)
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
