તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
જન્માષ્ટમીના પાવન પર્વે સોમનાથ તીર્થમાં માનવ મહેરામણ 1.72 લાખ ભક્તોએ સાંજ સુધીમાં કર્યા દર્શન
જન્માષ્ટમીના પાવન પર્વે સોમનાથ તીર્થમાં માનવ મહેરામણ 1.72 લાખ ભક્તોએ સાંજ સુધીમાં કર્યા દર્શન

પ્રભાસપાટણ તા ૧૭ :આજે જન્માષ્ટમીના પાવન પર્વે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સોમનાથ તીર્થમાં ભક્તિ અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. ભક્તિભાવથી ઓતપ્રોત ભાવિકોએ સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
સાંજ સુધીમાં અંદાજે 1.72 લાખથી વધુ ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં અને સમગ્ર પ્રભાસ તીર્થમાં "જય સોમનાથ", "જય રણછોડ માખણ ચોર"ના નાદ ગુંજતા રહેતા, તીર્થભૂમિમાં આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો.
શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા, કયું મેનેજમેન્ટ વ્યવસ્થા, પીવાના પાણી, તબીબી સહાયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર દર્શન વ્યવસ્થા અત્યંત શિસ્તબદ્ધ અને શ્રદ્ધાભર્યો માહોલ સર્જવામાં આવ્યો હતો.
જન્માષ્ટમી નિમિત્તે સોમનાથ મહાદેવને વિશેષ પુષ્પ-શૃંગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવિકોએ મહાદેવના દર્શન સાથે સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની દિવ્ય લાગણીનો પણ અનુભવ કર્યો હતો.
સાંજ સમયે મંદિર પરિસરમાં ભવ્ય આરતીના દર્શન માટે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તીર્થસ્થળમાં ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અભિન્ન સમન્વય સર્જાયો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા મુજબ, જન્માષ્ટમીના દર્શનાર્થીઓની સંખ્યા વર્ષપ્રતિ વર્ષ વધતી જાય છે, જે સોમનાથ તીર્થની વધતી લોકપ્રિયતા અને ભગવાન સોમનાથ તથા ભગવાજન શ્રીકૃષ્ણ પ્રત્યે ભાવિકોની શ્રદ્ધાનું પ્રતિક છે.
સોમનાથ મા સાતમ આઠમ ના ખુબજ મોટર કાર વાહનો ને કારણે સોમનાથ મંદિર નુ મહાકાય પાર્કિંગ જેની અંદાજિત ૨ હજાર થી વધુ વાહનો ની પાર્કિંગ ની કેપેસીટી છે તે પણ છલકાઇ ગયા હતા અને સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ પણ ફોર વ્હીલર થી ભરાયેલ અને ચારે બાજુ વાહનો જોવા મળેલ હતાઆ
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
