<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ધ્રોલ પાસે રિક્ષા પલ્‍ટી જતાં રાજકોટના હર્ષ દેવરીયાનું મોતઃ મોટા ભાઇ મનિષને ઇજા

બંને ભાઇ રિક્ષા લઇ દ્વારકા દર્શન કરવા ગયા હતાં: પરત આવતી વખતે બનાવઃ નરસિંહનગરના પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૯: ધ્રોલ નજીક રિક્ષા પલ્‍ટી મારી જતાં ચાલક રાજકોટ રહેતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. જ્‍યારે તેમાં બેઠેલા તેના મોટા ભાઇને ઇજા થઇ હતી. બંને ભાઇ દ્વારકા દર્શન કરવા ગયા હોઇ ત્‍યાંથી પરત આવતી વખતે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ આરટીઓ પાસે નરસિંહનગર શેરી નં. ૬માં રહેતાં હર્ષ રાજારામભાઇ દેવરીયા (ઉ.વ.૨૧) અને મનિષ રાજારામભાઇ દેવરીયા (ઉ.વ.૨૪) બંને ભાઇઓ રિક્ષા લઇને ૧૭મીએ દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતાં. ત્‍યાંથી પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે ધ્રોલ નજીક રિક્ષા પલ્‍ટી મારી જતાં ચાલક હર્ષને ગંભીર ઇજા થઇ હતી. તેના ભાઇ મનિષનો સામાન્‍ય ઇજા સાથે બચાવ થયો હતો. હર્ષને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

મૃત્‍યુ પામનાર હર્ષ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી ધ્રોલ પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૩)

 

 

(11:07 AM IST)