<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

શાપરમાં પતિના બાઇકમાંથી પડી જતાં ચાવંડના કંચનબેન અકબરીનું મોત

પતિ-પત્‍નિ શાપર ખરખરે આવ્‍યા ત્‍યારે બનાવઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૯: જામકંડોરણાના ચાવંડ ગામના મહિલા શાપર વેરાવળ નજીક પતિના બાઇક પાછળથી પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ચાવંડ ગામે રહેતાં કરસનભાઇ અકબરી ગઇકાલે પોતાના બાઇકમાં પત્‍નિ કંચનબેન અકબરી (ઉ.વ.૫૯)ને બેસાડીને પોતાના ગામથી શાપર જઇ રહ્યા હતાં ત્‍યારે શાપરના કનૈયા ચોકમાં પહોંચ્‍યા ત્‍યારે પાછળથી કંચનબેન પડી જતાં ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ સારવારમાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. શાપર રહેતાં માસીનું અવસાન થયું હોઇ ત્‍યાં ખરખરે પતિ-પત્‍નિ  જઇ રહ્યા હતાં. ત્‍યારે અકસ્‍માત નડતાં દંપતિ ખંડીત થયું હતું.મૃત્‍યુ પામનાર કંચનબેનને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. બનાવ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૧૩)

 

(11:08 AM IST)