News of Tuesday, 19th August 2025
થાનમાં મોટી બહેનને મંગેતર સાથે ચડભડ થતાં એસિડ પીધું, સાથે નાની બહેન પણ પી ગઇ!

રાજકોટ તા. ૧૯: ચોટીલાના થાનગઢ સાકરીયા શેરીમાં રહેતી ૧૯ વર્ષની યુવતિ રાતે એસિડ પી જતાં અને બાદમાં તેની ૧૬ વર્ષની નાની બહેન પણ પી જતાં બંનેને થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પાંચ બહેનો, બે ભાઇમાં મોટી બહેન ત્રીજા નંબરે અને નાની ચોથા નંબરે છે. મોટી બહેને જણાવ્યું હતું કે તે અને તેનો મંગેતર બંને કારખાનામાં નોકરી કરે છે. મગેતરને નાઇટ શીફટમાં કામે જવું હોઇ પોતે પણ સાથે જવા માંગે છે તેમ કહેતાં બોલાચાલી થઇ હતી. આથી પોતે એસિડ પી ગઇ હતી. આ કારણે નાની બહેને પણ થોડુ એસિડ વધ્યું હતું એ પી લીધુ હતું. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરતાં બંને બહેનના નિવેદન નોંધવા તજવીજ કરવામાં આવી હતી. (૧૪.૧૩)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
