<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ગતિએ લીધો બે યુવા જિંદગીનો ભોગઃ ભચાઉ પાસે પુરપાટ બાઈક દીવાલ સાથે અથડાતા બે યુવાનોના મોત

મુન્‍દ્રાના ભદ્રેશ્વરથી કબરાઉ મોગલધામ દર્શને જતા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯: વાહનચાલકો દ્વારા વાહન ચલાવતી વખતે વાહનો ફૂલ સ્‍પીડથી ચલાવવા કે નાની મોટી બેદરકારી દર્શાવવી અકસ્‍માતનું કારણ બની જાનનું જોખમ સર્જી શકે છે. ભચાઉના ચોપડવા પાસે ફૂલ સ્‍પીડ થી જતી ટ્રિપલ સવારી સાથેની બાઇક ઉપર ચાલકે કાબુ ગુમાવતા બાઇક મહાકાલી કંપનીની ફોલ્‍ડિંગ દીવાલ સાથે અથડાતા જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ૨૪ વર્ષીય મહેશ પ્રભુ કોળી અને ૧૮ વર્ષીય નિલેશ વીરજી કોળી એ બંને યુવાનોનું અરેરાટીભર્યું મોત નીપજ્‍યું હતું. ત્રીજો યુવાન પ્રકાશ કોળી ઈજાગ્રસ્‍ત થયો હોઈ સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.(૨.૬)

 

 

 

(11:09 AM IST)