તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
News of Tuesday, 19th August 2025
‘ધરમ-વીર' તરીકે ઓળખાતી સાવજની જોડીની અદા અને રાજા જેવી ચાલવાની છટા જોઈ સૌ કોઈ દંગ થઈ ગયા...

(જીતેન્દ્ર માંડવીયા દ્વારા) તાલાલાગીર તા. ૧૯ :.. તાલાલા પંથકના જંગલ સમીપના ધાવા ગીરથી મોરુકા ગીર વચ્ચેના રોડ ઉપર ‘ધરમ વીર' તરીકે સ્થાનિકો અને ખેડૂતો જે નરકેસરી સિંહોની જોડીને ઓળખે છે તે ડાલમથા સાવજોની જોડી વરસાદ થંભી ગયા બાદ લટાર મારવા નીકળી હતી બંને સાવજો તાલાલા,સાસણ અને આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ભ્રમણ કરતી હોય છે.
તાલાલા તાલુકાની બોર્ડરના જંગલ વિસ્તાર અને ગામડાઓમાં આ સાવજ જોડી વર્ચસ્વ ધરાવે છે બંનેની અદા અને રાજા જેવી ચાલવાની છટા જોઈ કોઈ પણ વ્યક્તિ એકવાર આ નરસિંહોની ‘ધરમવીર'ની જોડીને જોઈ લે તો શરીરમાં રોમાંચ વ્યાપી જાય તેવી આકર્ષિત જોડી છે.
ધાવાથી મોરૂકાના રોડ ઉપર લટાર મારવા નીકળેલી આ જોડી ગત રાત્રે જોવા મળતા સ્થાનિકો એ વીડિયો ઉતારી શેર કરતા વીડિયો ગીરના સોશિયલ મીડિયા ગ્રુપમાં જોરદાર વાયરલ થયો છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
