<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

તાલાલા ગીરમાં ૩ ઇંચ વરસાદ : હિરણ નદી માં પૂર ઉમરેઠી ગામે આવેલ હિરણ 2 ડેમ નું રૂટ લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવા પડે તે ચેતવણી જાહેર કરાઈ, હેઠવાસના બાર ગામોને એલર્ટ કરાયા : જુઓ વિડિઓ

( જીતેન્દ્ર માંડવીયા દ્વારા)તાલાલા તા.૧૯ :  તાલાલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

          જેના લીધે હિરણ નદીમાં પૂર આવ્યું હોય હિરણ નદીનું પાણી સીધું હિરણ 2 ડેમમાં જમા થતું હોય પ્રતિ સેકન્ડ ₹ 3,576 ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમનું રૂટ 70.50 નું લેવલ જાળવવા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ બને તેમ હોય હેઠવાસના તાલાલા વિસ્તારના ગામો અને નદી ને લગત ગામો ઉમરેઠી, માલજિંજવા, સેમરવાવ, વેરાવળ, ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, ઇન્દ્રોઈ,નાવદ્રા, સોનારીયા , સવની,બાદલપરા, મીઠાપુર, કાજલ, પ્રભાસ પાટણ ને એલર્ટ કર્યા છે.

         સાથે તાલાલા તાલુકા વહીવટી તંત્રને પણ ચેતવણીની જાણ કરવામાં આવી છે ગીર પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ બનતા કમલેશ્વર ડેમ માં 35 ફૂટ પાણી જમા થયું છે જ્યારે આજે વહેલી સવારનો વરસાદ જંગલ વિસ્તારમાં ઓછો હોય તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ હિરણ નદીમાં પૂર આવ્યું હતું.

(11:31 AM IST)