<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સોમનાથ મહાદેવને શિશ ઝુકાવતા પૂ. રમેશભાઇ ઓઝા : યાત્રી સુવિધા અંગે મંદિર પ્રશાસનનો સાધુવાદ વ્‍યકત કર્યો

વેરાવળઃ શ્રી સોમનાથ મહાદેવના દર્શને ગઇકાલે શ્રાવણના અંતિમ સોમવારે  કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા ૅભાઈશ્રીૅ આવ્‍યા હતા તેઓએ પાલખી યાત્રાનું પૂજન કરીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક,બિલ્‍વાર્ચના કરી હતી. મોટી સંખ્‍યામાં આવેલા ભક્‍તોના સુવ્‍યવસ્‍થિત દર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ સોમનાથ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ અને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતા હેઠળ થઇ રહેલી યાત્રી સુવિધા અંગે મંદિર પ્રશાસનનો સાધુવાદ વ્‍યક્‍ત કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલઃદિપક કકકડ-વેરાવળ)

(11:39 AM IST)