<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ભૂપેન્‍દ્રભાઈએ પવિત્ર શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા : આંગણવાડીના બાળકો માટે ‘પોષણ પ્રસાદ' વિતરણનો પ્રારંભ કરાવ્‍યો

 

(દિપક કકકડ દ્વારા) વેરાવળઃ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન, અર્ચન અને જલાભિષેક કર્યા. તેમણે આ તકે રાજ્‍ય અને રાષ્‍ટ્રની પ્રગતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ આ શ્રાવણ માસ દરમિયાન વિવિધ પૌરાણિક શિવ મંદિરોની મુલાકાત લીધી હતી, જેમાં ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ભરૂચના સ્‍તંભેશ્વર મહાદેવ અને વડનગરના હાટકેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે.

સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ‘પોષણ ભી પઢાઈ ભી' અભિયાનનો શુભારંભ

શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે આ પ્રસંગે સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીના બાળકો માટે શરૂ કરાયેલા ઁલાડુ પોષણ પ્રસાદઁ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્‍યો.

આ અભિયાન વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૅપોષણ ભી પઢાઈ ભીૅ મંત્રને સાકાર કરવાના ઉદ્દેશ્‍ય સાથે શરૂ કરવામાં આવ્‍યું છે.

આ યોજના હેઠળ, ટ્રસ્‍ટ આગામી એક વર્ષમાં અંદાજે ?૧ કરોડના ખર્ચે ૨૮ ટન પોષણયુક્‍ત લાડુનું વિતરણ કરશે, જે ૭ લાખ લાડુ બરાબર છે. આ લાડુના પેકિંગ માટે સ્‍વચ્‍છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે બાયોડીગ્રેડેબલ મટીરીયલ અને ઓટોમેટિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્‍ટની વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ

સોમનાથ ટ્રસ્‍ટ, ૅસૌના નાથ સોમનાથૅ ના ધ્‍યેય સાથે, સમાજના દરેક વર્ગને સ્‍પર્શતી અનેક સેવાઓ પૂરી પાડે છે. આ સેવાઓમાં:

*કેરી અને ખારેકનું આંગણવાડીના બાળકોમાં વિતરણ.

*દૈનિક ૫૦ ગ્રામ મગફળી અને ગોળની ચિક્કીનું વિતરણ.

*જરૂરિયાતમંદોને વષાપ્રસાદનું વિતરણ.

*દાંત રોગ નિદાન કેમ્‍પ, કળત્રિમ અંગ વિતરણ, અને સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન.

*ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન.

આ મુલાકાત દરમિયાન, સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી જે. ડી. પરમાર અને સેક્રેટરી શ્રી યોગેન્‍દ્ર દેસાઈએ મુખ્‍યમંત્રીનું સ્‍વાગત કર્યું હતું.

મુખ્‍યમંત્રીની આ મુલાકાત વખતે અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્‍યો સર્વે શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્‍ટર  એન.વી. ઉપાધ્‍યાય, જિલ્લા વિકાસ અધિકારી  તોહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અગ્રણીઓ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, સંજય પરમાર, પૂર્વ ધારાસભ્‍યો સર્વે જશાભાઈ બારડ,  રાજશીભાઈ જોટવા, અને અન્‍ય અગ્રણીઓ મહેન્‍દ્રભાઈ પીઠિયા તથા માનસિંહ પરમારનો સમાવેશ થાય છે. 

સોમનાથ હેલિપેડ ખાતે મુખ્‍યમંત્રીનું ભાવભીનું સ્‍વાગત

હેલિપેડ ખાતે મુખ્‍યમંત્રીશ્રીના સ્‍વાગત-સત્‍કાર માટે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્‍યો પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્‍ટર એન.વી.ઉપાધ્‍યાય, આઈ.જી નિલેશ જાજડિયા, જિલ્લા વિકાસ અધિકારી તોહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સંજય પરમાર, પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્‍યો ગોવિંદભાઈ પરમાર, જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, અગ્રણી મહેન્‍દ્રભાઈ પીઠિયા, માનસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.(સહયોગ : માહિતી ખાતુ ગીર-સોમનાથ)

(11:41 AM IST)