News of Tuesday, 19th August 2025
ભાવનગરના ડો.હર્ષદ પટેલની અમદાવાદ બદલી નવા એસ.પી. તરીકે નિતેશ પાંડે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગર જિલ્લાના એસ.પી. ડો.હર્ષદ પટેલની અમદાવાદ બદલી થઈ છે. જ્યારે દેવભુમી દ્વારકા જિલ્લાના એસ.પી. નીતેશ પાંડેને ભાવનગરના એસ.પી. તરીકે મુકવામાં આવ્યા છે. ભાવનગરના એસ.પી. ડો. હર્ષદ પટેલની બે વર્ષના ટુંકા ગાળામાં જ બદલી કરવામાં આવી છે. ડો. હર્ષદ પટેલને ભાવનગરથી અમદાવાદ ખાતે ઝોન-૧માં ડી.સી.પી. તરીકે મુકયા છે અને મહુવાના એ.એસ.પી. અંશુલ જૈનને કચ્છ ભુજ ખાતેના ઇન્ટેલીજન્સના એસ.પી. તરીકે મુકવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના એસ.પી. તરીકે મુકાયેલા નિતેશ પાંડે ૨૦૧૭ની બેચના આઇ.પી.એસ. અધિકારી છે. અને મુળ રાજસ્થાનના જયપુરના રહેવાસી નિતેશ પાંડેએ આઇ.આઇ.ટી. મદ્રાસ ખાતેથી ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવેલી છે અને ત્યાર બાદ યુ.પી.એસ.સી. પાસ કરી આઇ.પી.એસ. કેડર મેળવ્યું હતું. ૨૦૨૧ની સાલમાં ગુજસીટોકના ગુનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. અને નિતેશ પાંડેના પિતા પણ રાજસ્થાન સરકારમાં આઇ.એ.એસ.તરીકે હતા. જેમની પ્રેરણાથી સનદી અધિકારી બનેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
