તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 19th August 2025
ચાવંડ પોલીસ ચોકીમાં આરોપીનો ખુરશી વડે હુમલો : જાફરાબાદ પાસે બાઇક બળદ સાથે અથડાતા ભત્રીજાનું મોત : બગસરા પંથકમાં રિક્ષા પાછળ બાંધેલ લારી સાથે બાઇક અથડાતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૯: લાઠી તાલુકાના ચાવંડ પોલિસ ચોકી ખાતે લોકરક્ષક અજયભાઈ રઘુભાઈ મેર તથા તેમની સાથેના પોલિસ સ્ટાફ દ્વારા ચાવંડ ગામે જુગાર અંગે રેઈડ કરેલ હોય. જે વાતનું મનદુઃખ રાખી ચાવંડના કિરીટ કેશુરભાઈ સોરઠીયા ચાવંડ પોલિસ ચોકીએ આવેલ. ત્યારે અજયભાઈ તથા તેમની સાથેના પોલિસ કર્મચારી કાયદેસરની ફરજ કામગીરી કરી રહેલ હતા. તે દરમ્યાન કિરીટ કેશુરભાઈ સોરઠીયા અજયભાઈ સાથે ગાળોબોલી ચાવંડમાં આવા કોઈ જુગારના કેસ કરવાના ન હોય. તેમ કહી ઉશ્કેરાઈ બાજુમાં પડેલ ખુરશી ઉપાડી મારવા દોડી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી નાસી જઈ ગુનો કર્યાની લાઠી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બલાણા વઢેરા ગામ વચ્ચે જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ બાબુભાઈ સોલંકીના મોટાભાઈ તથા ભત્રીજો ક્રિપાલ અને સુરેશ નાથાભાઈ સોલંકી, સરકેશ્વર મહાદેવ મંદિરેથી જાફરાબાદ તરફ આવતા હતા. એ વખતે બલાણા-વઢેરા ગામ વચ્ચે રોડ ઉપર સુરેશ નાથાભાઈ સોલંકીએ સુઝુકી કંપનીનું બાઈક જી.જે.૧૪ બી.એચ.૯૮૩૩ પુરઝડપે બળદ સાથે ભટકાવી દેતા ગોવિંદભાઈના મોટાભાઈને શરીરે નાની મોટી ઈજાઓ કરી ભત્રીજા ક્રિપાલને ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુનો કર્યાની જાફરાબાદ મરીન પોલિસ મથકમાં સુરેશ નાથાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
તારે રૂપીયા શું કરવા છે?
સાવરકુંડલા જેસર રોડ દાસી જીવણ સોસાયટીમાં રહેતા કમળાબેન વાલજીભાઈ હેલૈયા ઉ.વ.૫૫ની ઈકો ગાડીમાં જેસરના જીતુ નાનજીભાઈ બગડા ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને કમળાબેનની ગાડી લઈને ભાડા કરવા જતો હોય. અને કમળાબેનને ભાડાના પુરા પૈસા આપતો ન હોય. જેથી કહેલ કે તું કેમ મારી સાથે ખોટું બોલે છે. તો કમળાબેનને કહેલ કંતારે ઘણાબધા રૂપિયા આવે છે. તું નોકરી કરે છે. તારા પતિનું પેન્શન આવે છે. તો તારે રૂપિયા શું કરવા છે. તેમ કહી કમળાબેનના ઘરે ગેરકાયદેસર પ્રવેશ કરી પેટના ભાગે પાટું મારી પછાડી દઈ ગાળો બોલી જાનથી મારી નાખવાની ઘમકી આપી ગુનો કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મીઠાપુરમાં મારામારી
જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે જીણાભાઈ પુંજાભાઈ શીયાળના દિકરા જગદીશને રમેશ ઘીરૂભાઈ શીયાળે ગાળો આપેલ હોય. જેથી જીણાભાઈ રમેશને ઠપકો આપતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે ડાબા ખંભે જમણા પગના સાથળમાં મારમારી ભાગી ગયેલ. આ અંગે જીણાભાઈ તથા તેના પત્નિ અને દિકરો જગદીશ તથા મુકેશભાઈ શીયાળ રમેશના ઘરે ગયેલ. ત્યાં તેના ઘરની બહાર રમેશે જીણાભાઈને ગાળો આપવા લાગેલ. અને શીલાબેન રમેશભાઈ શીયાળ વિડિયો ઉતારતા હોય. જેથી જીણાભાઈના પત્નિએ સમજાવતા શીલાબેને લાખુબેનને ગાળો બોલી તેની સાથે મારામારી કરવા લાગેલ. અને તે દરમ્યાન અશોક અરવિંદભાઈ ત્યાં આવી જીણાભાઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. જયારે સામાપક્ષે રમેશભાઈ ધીરૂભાઈ શીયાળ ઉ.વ. ૨૫ તથા આરોપીઓ સગા સબંધી થતા હોય. અને૨મેશભાઈને પ્રેમલગ્ન કરેલ હોય. જે આરોપીઓને સારૂ નહી લાગતા મનદુઃખ રાખી ઝગડો કરેલ હોય. જેથી ૨મેશભાઈ તેઓને સમજાવવા જતા જીણા પુંજાભાઈ, અરજણ સેફાભાઈ, મુકેશ પાંચાભાઈ શીયાળે ગાળો બોલી મુંઢમાર મારેલ. અને તે દરમ્યાન શીલાબેન વચ્ચે પડેલ હતા. અને૨મેશભાઈ તેના ઘર તરફ જતા રહેલ.તે દરમ્યાન ત્રણેય આરોપીઓએ લાકડી લઈને ગયેલ.અનેજીણાએ રમેશભાઈનેલાકડી વડે ગોઠણથી નીચે મુંઢમાર મારી બીજા બંને આરોપીઓએપણ લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએમદદગારી કરી ગુનો કર્યાની નાગેશ્રી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલીમાં કુહાડી મારી
અમરેલી બ્રાહમણ સોસાયટીમાં યોગેશ્વરનગર ચામુંડા ચોકમાં રહેતા જાગાભાઈ ઉર્ફે બુઢાભાઈ નાથાભાઈ મકવાણા ઉ.વ.૪૫ ને અમરેલીનાવિકુ મુનાભાઈ જોગસ્વાએ માથામાં કુહાડી મારી ઈજા પહોંચાડી વિશાલ પુનાભાઈ તથા અર્જુન મેપાભાઈ જોગસ્વાએ ગાળોબોલી મુંઢમાર મારી પુના રામભાઈ તથા મેપા રામભાઈ જોગસ્વાએ આવીને ઢીકાપાટું વડે મારમારી જાનથી મારી નાખવાની ઘમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ડેરી પીપરીયા ગામના પાટીયાથી આગળ બગસરા હડાળા રોડ ઉપર વિનુભાઈ ગાંગજીભાઈ ડેડાણીયા રહે.પીઠડીયા વાળાના દિકરા સચીનભાઈ તથા જયરાજભાઈ મકવાણા બાઈક લઈ બગસરાથી પીઠડીયા પોતાના ઘરે આવતા હોય. તે દરમ્યાન રીક્ષા જી.જે.૦૩ વાય.૫૩૪૮ ના ચાલકે રીક્ષા પાછળ લારી બાંધેલ હોય. અને માનવજીંદગી જોખમાઈ તે રીતે અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર ઉભી રાખી દીધેલ હોય. જેની સાથે બાઈક અથડાતા વિનુભાઈના દિકરા સચીનભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવેલ. તથા જયરાજભાઈના શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ કરી રીક્ષા અને લારી સ્થળ ઉપર મુકી નાસી ગયાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દુધાળા ગામે ૮૦ હજારની ચોરી
દુધાળા ગામે હાલ સુરત૨હેતા રાજેશભાઈ ભગવાનભાઈ રાદડીયાના મકાનમાં તા.૧૫-૮ ના મોડી રાત્રિના કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રૂમના દરવાજાનો હુક તોડી રાજેશભાઈનાપત્નિના પર્સ તથા રાજેશભાઈનું પાકીટ રાખેલ હોય. તેમાંથી રોકડ રૂા. ૭૫,૦૦૦, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ તેમજ રાજેશભાઈના પત્નિના બેકાંડા ઘડિયાળ તથા કટલેરીનો સામાન અંદાજે રૂા.૫૦૦૦ મળી કુલ રૂા. ૮૦,૦૦૦ની માલમતા ચોરી ગયાની લાઠી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દુધાળા પાસે અકસ્માતે મોત
નાગેશ્રી ભાવનગર નેશનલ હાઈવે દુધાળા ગામ આશીર્વાદ હોટેલની સામે સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામના પરબતભાઈ કરશનભાઈ બારૈયા ઉ.વ. ૩૨ તથા તેમના માતા ડાયબેનબંનેબાઈક જી.જે. ૩૨ એફ.૦૪૩૧ લઈને ભગુડા દર્શન કરી પરત ઘરે જતા દુધાળા ગામ નજીક આશીર્વાદ હોટલ સામેઆવતા એક સફેદ કલરની ફોરવ્હીલજી.જે.૩૧ બી.એ.૦૨૩૫ના ચાલકે પોતાની ફોર વ્હીલ રોડના ગેપમાંથી સાઈડમાં રોન્ગ સાઈડમાં ચલાવી બાઈક સાથે ભટકાવી પરબતભાઈના માતા ડાયબેનને માથાના ભાગે તથા મોઢા ઉપર ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી પરબતભાઈને પેટના ભાગે તથા ડાબા પગમાં ઈજા કર્યાની નાગેશ્રી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. (
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
