News of Tuesday, 19th August 2025
પોરબંદરના લોકમેળામાં ૨૩૦ કિલો વાસી અખાદ્ય ચીજોનો નાશ કરાયો
મહાનગર પાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મેળામાં રાઉન્ડ ધ કલોક ચેકિંગ

પોરબંદર, તા.૧૯: મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જન્માષ્ટમી લોકમેળામાં રાઉન્ડ ધ કલોક ચેકિંગ ચાલુ રાખીને વાસી અખાદ્ય ચીજો ૨૩૦ કિલોની જપ્ત કરીને નાશ કરાયો હતો.
મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળામાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તથા જીલ્લાની ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહેલ છે.
ગ્રાઉન્ડ પર આવેલ ખાણીપીણીના સ્ટોલો તથા ફુડઝોન્સ અને લારીઓમાં ખાધ્યચીજોનું ચેકીંગ કરવામાં આવેલ અને વાસી ઉઘાડા બિનઆરોગ્યપ્રદ ખાધ્યપદાર્થો ચાઇનીઝ, મન્ચુરીયન, નુડલ્સ, પાઉભાજી, બ્રેડ, દાબેલી, ભજીયા તથા શાકભાજી, ફળો, ડુંગરી, કોબી, ટમેટા, લીંબુ, અનાનસ, તરબુચ વિગેરેનો આશરે ૨૩૦ કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાવેલ છે. ચેકીંગ દરમ્યાન નિયમોનું પાલન ન થતા હોય તેવા ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.૬૦૦૦/ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
