<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ઉપલેટામાં રૂરલ એલસીબીએ ૮૩૮ બોટલ દારૂ ઝડપી લીધો : સોયબની શોધખોળ

રાજકોટ, તા. ૧૯ : ઉપલેટામાં રૂરલ એલસીબીએ દરોડો પાડી વિદેશીદારૂનો જથ્‍થો ઝડપી લઇ દારૂના ધંધાર્થીની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિમકર સિંહનાઓએ વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સારૂ સૂચના આપેલ હોય જે સુચના અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર એ વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્‍સ કાર એચ.સી, ગોહીલ તથા પો.સબ.ઇન્‍સ.જે આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ, દિવ્‍યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાબડા, હરેશભાઈ પરમાર તથા પો.કોન્‍સ મીરલભાઈ ચંદ્રવાડીયોને સંયુક્‍ત બાતમી હકિકત આધારે ઉપલેટા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ઉપલેટા મંડપ રોડ, ગુલીસ્‍તાન તાલુ કોલોની મા રહેતા સોયબ ઉર્ફે સોહીલ સલીમભાઇ હીગોરા ના કબ્‍જા ભોગવટાના મકાન માંથી વિદેશી દારૂની બોટલ નંગ ૮૩૮ કિ. રૂા. ર, ૭૪,૧૦૦ નો જથ્‍થો પકડી પાડી સોયેબની શોધખોળ હાથ ધરી છે. (૯.૩૯)

(2:45 PM IST)