<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

આજે વર્લ્‍ડ ફોટોગ્રાફી દિવસઃ જેના હાથમાં મોબાઇલ છે તે તમામ કેમેરામેન છે

વાંકાનેર તા.૧૯: આજે વર્લ્‍ડ ફોટોગ્રાફી દિવસ છે. વાંકાનેરના ફોટો જર્નાલીસ્‍ટ અને ગુજરાત ગોરવ એવોર્ડ વિજેતા ભાટી એન. એ પોતાની અનુભવ યાત્રા આજે વર્ણવી છે.

ભાટી એન. એ જણાવ્‍યું હતું કે ફોટોગ્રાફીના કારણે મારૂ જુનુ નામ નંગાજી  ભૂંસાઈ ગયું અને ભાટી એન બનવામાં મારાં નતનવા કેમેરાનાં સપોર્ટથી આજે વિશ્વ વિખ્‍યાત બન્‍યો છું. છેલ્લા ૪૦ વર્ષથી નોનસ્‍ટોપ ફોટોગ્રાફી કરતો આવું છું કારણ કેમેરાની ક્‍લિક... ક્‍લિક... મારો નશો છે... મેં ૪૦ વર્ષની જર્નીમાં હું ખુબ રજળપાટ કરી છે, મુખ્‍યત્‍વે ગુજરાતની સેવા ફોટોગ્રાફીનાં માધ્‍યમથી કરતો આવું છું.

મેં બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ વન ટવેન્‍ટી (૧૨) એટલે બાર ફોટાનાં બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ફોટા પાડી નાની ઓરડીમાં ગોદડાં, ચાદર, રૂમાલ રાખી જરા પણ પ્રકાશનો પેસી જાય તેવી તકેદારી રાખી હતી. રોલ ડેવલોપિંગ કરીને આછા લાલ રંગનાં સહારે બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ પ્રિન્‍ટ ટનાટન કોન્‍ટ્રાસ કાઢતો હતો. તમામ પ્રેસમાં ભાટી એન ની તસવીર છપાતી હતી.

યુગ બદલાયો કલર ફોટોગ્રાફીનો યુગ આવ્‍યો થર્ટી સિક્‍સ (૩૬) છત્રીસ ફોટોનો રોલ આવતો તેમાં કોડાક, ફિયુઝી, કોનીકા, સાકુરા, જેવા રોલ આવતા સાથે કેમેરા બદલાયા પહેલા મેન્‍યુલ હતું રોલ હાથે ચડાવાનો, સ્‍પીડ, ડાયાફ્રેમ, ફોક્‍સ, સ્‍પીડ, આશા, આ બધામાં તમે પારંગત હો તોજ પરફેક્‍ટ ફોટો પડે...!!!?. જી હા પછી મોટરવાળા, ને ડીઝીટલ કેમેરા આવ્‍યા તેમાં બધું મેન્‍યુલી થઈ જતું.

કોઈ કેમેરામેને કદી નોતું વિચાર્યું કે કચકડાની કલા એક દિવસ અસ્‍ત થઈ જશે ઓચિંતું વાવાઝોડું આવ્‍યું અને કેમેરામાં રોલની જગ્‍યાએ કાર્ડ આવ્‍યા પ્રથમ બે મેગાપીક્‍સલ વાળા ફિક્‍સ લેન્‍સ વાળા કેમેરા આવ્‍યા અમો તો અચરજમાં પામી ગયા પણ સમય બદલાયો એટલે મેં તરત ફિયુઝી કેમેરો લઈ કાર્ડમાં ફોટા પાડવા લાગ્‍યો પછી તો ડીઝીટલયુગ આજે પૂરપાટ બુલેટ ગતિ એ ચાલે છે.

તેમાંય કોમ્‍પ્‍યુટર આવતા દુનિયા આખી બદલાય ગઇ અને આજે કેમેરા કેવા ચિત્ર વિચિત્ર આવી ગયા છે તેમાં ડ્રોન, ઇન્‍સ્‍ટા ૩૬૦ ગોળ દડા જેવું ગોપ્રો અ ને આજે તો કેમેરાની જગ્‍યાએ મોબાઈલ એટલા સરસ આવી ગયા છે તેમાં સારી કવાલિટીનાં ફોટા વિડીયો ઉતારી શકાય છે આજે સેલ્‍ફીયુગ છે આજની દુનિયા કેમેરાની છે, જેના હાથમાં મોબાઈલ છે તે તમામ કેમેરામેન છે. વર્લ્‍ડ ફોટોગ્રાફી દિવસની બધાઈ. ભાટી એન ફોટોજર્નાલિસ્‍ટ  ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા.(મો.૯૮૨૫૬ ૩૬૦૪૦). 

(3:21 PM IST)