<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

જય દ્વારકાધીશ... જન્‍માષ્‍ટમીના દિવસે ધ્‍વજારોહણનો લાભ લેતા ભૂપત બોદર

રાજકોટઃ ભગવાન દ્વારકાધીશને ધ્‍વજા ચડાવવાનો મહિમા ભકતજનો માટે હંમેશા અપરંપાર રહયો છે. અને તેમાય જન્‍માષ્‍ટમી જેવા પાવન દિવસે ધ્‍વજા ચડાવવાનો અવસર અમુલ્‍ય કહેવાય ત્‍યારે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરે ભગવાન દ્વારકાધીશની પરમ કૃપાથી જન્‍માષ્‍ટમી શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવના દિવસે દ્વારિકા ખાતે પરિવાર સહઉપસ્‍થિત રહી સંપુર્ણ વિધિ વિધાન અને ભકિત ભાવ પુર્વક ભગવાન શ્રી દ્વારિકાધીશની સાંજની છેલ્લી ધ્‍વજાનું આરોહણ કર્યુ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર, શોભનાબેન બોદર, જૈમીનભાઇ બોદર, હેતવીબેન બોદર વગેરે હાજર રહયા હતા.(૬.ર૦)

(3:33 PM IST)