News of Tuesday, 19th August 2025
જામનગર-રાજકોટ હાઇવે પર પેટ્રોલ ટેન્કર પાછળ કન્ટેનર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત
ઇજાગ્રસ્ત ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢવા JCB ની મદદ લેવાઈ : અકસ્માતને પગલે ટ્રાફિક જામ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : જામનગર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફલ્લા-રામપર વચ્ચે GJ-18- DT 1510 નંબરના પેટ્રોલ ભરેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના ટેન્કર અને GJ-39- T 4140 નંબરના કન્ટેનર વચ્ચે અકસ્માત થતા પેટ્રોલ ટેન્કર પાછળ કન્ટેનર ઘૂસી ગયું હતું.
ઇજાગ્રસ્ત ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢવા JCB ની મદદ લેવાઈ હતી.અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
