News of Tuesday, 19th August 2025
કચ્છના રાપરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક : ત્રણ મકાનોને નિશાન બનાવ્યા : ચાર શખ્સો CCTV માં કેદ
પોલીસે આ ફૂટેજ કબજે કરીને આરોપીઓને ઓળખવા અને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી

કચ્છના રાપર શહેરમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં આ ગેંગે ત્રણ મકાનોને નિશાન બનાવીને ચોરીનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરીનો પ્રયાસ કરનાર ચાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે આ ફૂટેજ કબજે કરીને આરોપીઓને ઓળખવા અને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
