<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

પોરબંદરમાં સાંજે ભારે પવન સાથે 2 કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબક્યો :આજનો લોકમેળો રદ :ચકડોળ અને અન્ય ધંધાર્થીઓ દ્વારા પાલિકા પાસે રિફંડની માંગણી : જુઓ વિડીયો

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : આજે સાંજે 5-30 વાગ્યા બાદ ભારે પવન ફુંકાવવાની સાથે જોરદાર વરસાદ વરસી પડ્યો હતો,બે કલાકમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, 

   વરસાદ અને  ભારે પવનના કારણે આજનો લોકમેળો રદ કરવાની મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે 

લોકમેળો રદ કરવાની જાહેરાત થતા ચકડોળ અને અન્ય ધંધાર્થીઓએ રિફંડની માંગણી કરી છે, 

દરમિયાન રાણાવાવમાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડયા છે 

(8:43 PM IST)