News of Tuesday, 19th August 2025
કલ્યાણપુરમાં વરસાદી પૂરમાં યુવક તણાયો શોધખોળ કરવામાં NDRF ની મદદ લેવાઈ
બસ સ્ટેન્ડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પાસેનાં પુલમાં ભુરાભાઇ ભરવાડ નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતા શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુરમાં વરસાદી પૂરમાં યુવક તણાઈ ગયો છે. કલ્યાણપુર બસ સ્ટેન્ડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પાસેનાં પુલમાં યુવક તણાયો હતો. ભુરાભાઇ ભરવાડ નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવકની શોધખોળ કરવા માટે NDRF ની મદદ લેવાઈ છે. NDRF અને દ્વારકા ફાયર ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીના વહેણમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
