હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો મોરબી કોર્ટએ હુકમ કર્યો

( પ્રવિણ વય્સ્સ દ્વારા ) મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો મોરબી કોર્ટએ હુકમ કર્યો છે.
કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીના વતની પ્રશાંતભાઈ દેવજીભાઈ પરમારે, આરોપી નવી પીપળી, તા. મોરબીના વતની વિજયભાઈ ડાયાલાલ પારેથીને સપ્ટેમ્બર, ૨૦૨૩ માં, હાથ ઉછીની રકમ રૂા.૪,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે આરોપી વિજયભાઈ ડાયાલાલ પારધી એ રૂા.૪,૦૦,૦૦૦ નો એક ચેક ફરીયાદીને આપેલ અને આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યો પરત થતા, ફરીયાદી પ્રશાંતભાઈએ વિજયભાઈને નોટીસ આપેલ છતાં તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા, ફરીયાદી પ્રશાંતભાઈએ, વિજયભાઈ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા, ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામ.હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય.જાડેજા મેડમે વિજયભાઈ ડાયાલાલ પારઘી ને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનીષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
