<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મોરબીના જોન્સનગરના રહેણાંક મકાનમાંથી મોંઘીડાટ દારૂની ૬ બોટલ જપ્ત, મહિલા સહીત બે આરોપીના નામો ખુલ્યા.

મહિલા આરોપી સહીત બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના જોન્સનગરના રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૬ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો મહિલા આરોપી સહીત બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.

એલસીબી ટીમે જોન્સનગરમાં મહિલા આરોપી હમીદાબેન અસગરભાઈ જેડાના મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની ૦૬ બોટલ કીમત રૂ ૧૫,૬૦૦ નો જથ્થો જપ્ત કર્યો મહિલા આરોપી હમીદાબેન અસગરભાઈ જેડા અને અલ્તાફ ઉર્ફે રાજા સોકત વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.


 

(12:41 AM IST)