તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th August 2025
દ્વારકામાં સાંબેલાધાર વરસાદ : બપોર બાદ માત્ર 2 કલાકમાં 5 ઈંચ ખાબક્યો
ધોધમાર વરસાદથી દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકામાં મેધરાજાએ આજે તોફાની બેટિંગ કરી છે. બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની તોફાની શાહી સવારી. પવનના સુસવાટા સાથે મેઘરાજાએ બોલાવી ધડબડાટી બોલાઈ છે. ધોધમાર વરસાદથી દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા લોકો ઉમટ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મન મૂકી ને વરસ્યા છે.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
