<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

કલ્યાણપુર પંથકમાં ધોધમાર સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

મેઘરાજાની તોફાની બેટિંગથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો અને બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા.

 કલ્યાણપુર પંથકમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો અને બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા હતા, કલ્યાણપુર તાલુકાના . ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા, લાંબા, ધૂમથર, સહિતના ગામોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા . કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો . ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી થયા તરબોળ. મગફળી,કપાસ, સોયાબીન સહિતના પાક માટે કાચાં સોના જેવો વરસાદ વરસ્યો હતો .

(1:09 AM IST)